Advertisemen


વિધવા સહાય
નમસ્કાર મિત્રો
આજે હુ તમને વિધવા સહાય વિશે
માહિતી આપીશ
હવે નવા નિયમો પ્રમાણે પુખ્ત
ઉમ્મરનો પુત્ર હોય અને જમીન ધરાવતા હોય તો પણ વિધવા સહાય મળે છે
વિધવા સહાય કોને મળી શકે?
- વિધવા સહાય કોઈ પણ વિધવા સ્ત્રી ને મળી શકે છે
વિધવા સહાય કેટલી મળે છે?
શરતો
- ગ્રામ્ય વિસ્તારમા ૧૨૦૦૦૦ કરતા વધુ વાર્ષિક આવક ધરાવતા ના હોવા જોઈએ
- શહેરી વિસ્તારમા ૧૫૦૦૦૦ કરતા વધુ વાર્ષિક આવક ધરાવતા ના હોવા જોઈએ
વિધવા સહાય મેળવવા કયા કયા
પુરાવા જોઈએ?
- વિધવા સ્ત્રી ના પતિના મરણ નો દાખલો
- પેઢીનામુ (તલાટી પાસે મેળવવુ)
- પેઢીનામા મા જેટલા વારસદારો હોય એમના લિવીંગસર્ટી અથવા જન્મના દાખલા (જો બન્ને ડોક્યુમેંટ ના હોય તો નજીકના આરોગ્ય કેંદ્ર્મા રુબરુ જઈ ડોકટર પાસેથી ઉમ્મર નો દાખલો લખાવવો)
- તલાટી રુબરુ જવાબ
- તલાટી રુબરુ પંચક્યાસ
- પુન:લગ્ન નથી કર્યા તે
બાબતનુ પ્રમાણપત્ર (તલાટી પાસેથી લેવુ)
- આર્થીક સ્થિતીનુ પત્રક (તલાટી પાસેથી લેવુ)
- આવકનો દાખલો
- બેંક અથવા પોષ્ટ ની પાસબૂક ની ઝેરોક્ષ
- રેશનકાર્ડ
- આધારકાર્ડ
અરજી ક્યા કરવી
- અરજી તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીએ કરવી
વિધવા સહાય મંજુર થયા બાદ ધ્યાનમા રાખવા જેવી બાબત
- વિધવા સહાય મંજુર થયા બાદ દર
વર્ષે જુલાય મહિનામા પુન:લગ્ન નથી કર્યા તે બાબતનુ પ્રમાણપત્ર મામલતદાર કચેરીમા રજુ કરવુ
- વિધવા સહાય મંજુર થયા બાદ દર ત્રણ વર્ષે જુલાય મહિનામા આવક્ના દાખલાનુ પ્રમાણપત્ર મામલતદાર કચેરીમા રજુ કરવુ
- સળંગ છ મહિના સુધી જો વિધવા સહાયના રુપિયા ઉપાડવામા નહિ આવે તો વિધવા સહાય બંધ થઈ જશે માટે દર બે ત્રણ મહિને રુપિયા ઉપાડી લેવા
- નાની ઉમ્મરની વિધવા બહેનોને સરકારશ્રી તરફથી તાલીમ આપવામા આવે તો તાલીમ લઈ લેવી
સિલાઈ તાલીમ
જો ઉપરોક્ત બાબતનુ ધ્યાન
રાખવામા નહિ આવે તો વિધવા સહાય બંધ થઈ જશે
તો મિત્રો આ રીતે જો તમારા ફ્રેંડ્સ કે ફેમિલી મા કોઈ વિધવા
સ્ત્રી હોય તો તેમને લાભ અપાવી મદદ કરી શકો છો.
જો તમને આ લેખ ગમ્યો હોય તો
તમારા મિત્રો સાથે અચુક શેર કરજો અને હા જો કોઈ સુઝાવ કે પ્રશ્ન હોય તો કોમેંટ કરી
કહી શકો છો હુ જરુરથી જવાબ આપીશ
આભાર
Advertisemen