-->

જમીનની વહેચણી

Advertisemen

 

નમસ્કાર ખેડુતમિત્રો,
ખેડુત


આજે ૨૩મી ડિસેમ્બેર છે રાષ્ટ્રિય કિસાન દિવસની આપ સૌ ખેડુતમિત્રો ને હાર્દિક શુભકામના
આજે હુ તમને સર્વેનમ્બર ની વહેચણી કઈ રીતે કરવી તેના વિશે જરૂરી માહિતી આપીશ
એક ખાતાનમ્બર છે ૧૦૨, અને તેના બે સર્વેનમ્બર બે બે એકરના છે  તો એ બન્ને સરવે નમ્બરના ટુકડા કર્યા સિવાય બે ભાઈઓ વચ્ચે વહેચવાના છે તો એને આપણે વહેચણી કહિશુ
જમીન


વહેચણી કરવા માટે અરજી ક્યા કરવી?

  • વહેચણી કરવા માટે અરજી મામલતદારશ્રી ને સમ્બોધીને મામલતદાર કચેરીના ઈ ધરા કેંદ્ર્મા આપવી

વહેચણી કરવા માટે કયા ક્યા પુરાવા જોઈએ?

  • નમ્બર ૭, ૧૨ અને ૮/અ ની નકલ
  • વહેચણી કરાર
વહેચણી કરાર


  • જેમના વચ્ચે વહેચણી કરવાની હોય તેમના આધારકાર્ડ અને ૨ ફોટા
  • ૩ સાક્ષી તેમના આધારકાર્ડ અને  ૨ ફોટો સાથે લઈ જવા
  • વહેચણીનુ  અરજીપત્ર અને તેની સાથે નકલમા હોય તે  દરેક વ્યક્તિના નામ સરનામા લખવા
  • અરજી પત્ર પર રુપિયા ૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ ટીકીટ લગાવવી

અરજી આપ્યા બાદ ની પ્રોસેસ

  • આપની અરજી મામલતદાર કચેરીમા આપ્યા બાદ થોડા દિવસોમા કાચી નોંધ પડશે
  • ત્યારબાદ ૩૦ દિવસની મુદત વાળી ૧૩૫ડી ની નોટીશ નકલમા નામ હોય એ દરેક વ્યક્તિને વાધા સુચનો માટે બજવવામા આવશે(જો કોઈ વ્યક્તિને હક્ક કમી કરવા સામે વાંધો હોય તો આ નોટિશ મળ્યા બાદ ૩૦ દિવસની અંદર પોતાનો વાંધો લેખિતમા રજુ કરવો )
  • નોટીશ બજાવ્યા બાદ જો કોઈ વ્યક્તિને કોઈપણ પ્રકારનો વાંધો  ના હોય તો હક્ક કમી થઈ જશે
  • જો કોઈ વ્યક્તિનો વાંધો આવશે તો અરજી તકરારી ગણાશે અને તકરારી રજીસ્ટર પર ચઢશે અને કેસ આગળ ચાલશે.)
  • અરજી આપ્યા બાદ વધુમા વધુ બે મહિનાની અંદર હક્ક દાખલ થઈ જશે.
  • અરજીની સ્થિતી અને નિકાલની વિગતો સમાયંતરે આપના મોબાઈલ પર મોકલવામા આવશે.
 
 
Advertisemen

Disclaimer: Gambar, artikel ataupun video yang ada di web ini terkadang berasal dari berbagai sumber media lain. Hak Cipta sepenuhnya dipegang oleh sumber tersebut. Jika ada masalah terkait hal ini, Anda dapat menghubungi kami disini.
Related Posts
Disqus Comments
© Copyright 2017 shriva gujarati - All Rights Reserved - Created By BLAGIOKE & Best free blogger templates