Advertisemen
નમસ્કાર મિત્રો
![]() |
ઘર |
આજે હુ તમને ઘર(મકાન) ની
વહેચણી કઈ રીતે કરવી અને જો એમા વધુ નામો હોય તો વધારેના નામો કમી કઈ રીતે કરવા
એના વિશે સીધી અને સાદી ભાષામા સમજાવીશ
જો એક પિતાના ત્રણ સંતાન છે
જેમા ૨ દિકરા અને એક દિકરી છે તો એક ઘર આ ત્રણ સંતાનને સરખા ભાગે વહેચી આપવાની
પ્રક્રીયાને વહેચણ કહેવામા આવે છે
ઘર (મકાન) ની વહેચણી ક્યા
કરાવવી ?
- ૧ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત કચેરીનો
- ૨ નગરપાલિકા વિસ્તારમા નગરપાલિકા કચેરીએ
- ૩ મહાનગરપાલિકા વિસ્તારમા મહાનગરપાલિકાની કચેરીએ
વહેચણી
કરાવવા કયા કયા આધાર પુરાવા જરુરી છે?

વહેચણી કરાર
![]() |
વહેચણી કરાર |
- વહેચણ કરાર (નોટરી રુબરુ)
- જવાબ (તલાટી રુબરુ)
- પંચક્યાસ (તલાટી રુબરુ)
- જે ઘરમા વહેચણી કરવાની હોય એ ઘરની આકારણી (તલાટી પાસેથી મેળવવી )
- અને એક સાદા કાગળ ઉપર અરજી લખી જે તે લાગુ કચેરી ને આપવુ
અને જો દિકરી રાજી ખુશીથી
ઘરમાથી પોતાનો હક્ક હિસ્સો સ્વેચ્છાએ કોઈ પણ જાતના દાબ દબાણ વિના ઉઠાવી લેવા
માંગતી હોય તો તેને હક્ક કમી કહેવામા આવે છે
હક્ક કમી કરવા ક્યા અરજી કરવી
- ૧ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત કચેરીનો
- ૨ નગરપાલિકા વિસ્તારમા નગરપાલિકા કચેરીએ
- ૩ મહાનગરપાલિકા વિસ્તારમા મહાનગરપાલિકાની કચેરીએ
હક્ક કમી કરાવવા કયા કયા આધાર પુરાવા જરુરી છે?
![]() |
હક્ક કમી અંગેનુ સોગંદનામુ |
- હક્ક કમી અંગેનુ સોગંદનામુ (નોટરી રુબરુ)
- જવાબ (તલાટી રુબરુ)
- પંચક્યાસ (તલાટી રુબરુ)
- જે ઘરમા વહેચણી કરવાની હોય એ ઘરની આકારણી (તલાટી પાસેથી મેળવવી )
આકારણી પત્રક - અને એક સાદા કાગળ ઉપર અરજી લખી જે તે લાગુ કચેરી ને આપવુ
અરજી આપ્યા બાદની પ્રક્રિયા
- અરજી આપ્યા બાદ આપની અરજી સામાન્ય સભામા ઠરાવમા લેવામા આવશે પ્રથમ સભામા કાચી નોંધ પાડી વહેચણી સામે કોઈને વાંધા હોય તો વાંધા સુચનો મંગાવવામા આવશે (જો કોઈ દિકરી કે દિકરા ને હક્ક કમી કે વહેચણી સામે વાંધો હોય તો આ ૩૦ દિવસ મા વાંધા અરજી આપી શકે છે)
- જો ૩૦ દિવસ મા કોઇ વાંધા સુચનો ના આવ્યા હોય તો બીજી સામાન્ય સભામા વહેચણ કરાર પ્રમાણે ઘરની વહેચણી કરવામા આવશે.
- અને જો કોઈ વાંધા સુચનો આવ્યા હશે તો અરજી તકરારી ગણવામા આવશે અને એનો કેસ અલગથી ચાલશે
જો તમને આ લેખ ગમ્યો હોય તો
તમારા મિત્રો સાથે અચુક શેર કરજો અને હા જો કોઈ સુઝાવ કે પ્રશ્ન હોય તો કોમેંટ કરી
કહી શકો છો હુ જરુરથી જવાબ આપીશ
આભાર
Advertisemen