Advertisemen
નમસ્કાર ખેડુતમિત્રો
આપણે આગળ વારસાઈ
કરવા અંગેની જરુરી માહિતી વિશે જાણ્યુ હવે આપણે હક્ક કમી કઈ રીતે કરવુ એના વિશે જાણીશુ
વારસાઈ કરાવ્યા બાદ
નમ્બર ૭ નમ્બર ૮/અ મા અમુક એવા વ્યક્તિઓના નામો હોય છે કે એમનો જમીનમા કોઈ પણ પ્રકારનો
હક્ક કે હિસ્સો હોતો નથી આવા વ્યક્તિનુ નામ જમીન ની નકલ માથી કમી કરવાની પ્રક્રીયા
ને આપણે સાદી ભાષામા હક્ક કમી કર્યો કહિશુ.
હક્ક કમી કરવા માટે
ક્યા અરજી કરીશુ?
- હક્ક કમી માટે અરજી મામલતદારશ્રી ને સમ્બોધીને મામલતદાર કચેરીના ઈ ધરા કેંદ્ર્મા આપવી
હક્ક કમી કરાવવા કયા કયા પુરાવા
- નમ્બર ૭, ૧૨ અને ૮/અ ની નકલ
- જે વ્યક્તિનુ હક્ક કમી કરવાનુ હોય તે વ્યક્તિનુ હક્ક કમી અંગેનુ સોગંદનામુ ( જો એક થી વધુ વયક્તિ નુ હક્ક કમી કરવાનુ હોય તો દરેક વ્યક્તિનુ અલગ અલગ સોગંદનામુ જોઈશે)
- અથવા
- મામલતદાર કચેરીની રજીસ્ટાર શાખામા હક્ક કમી અંગેનુ રજીસ્ટાર રુબરુ સોગંદનામુ ( જો એક થી વધુ વયક્તિ નુ હક્ક કમી કરવાનુ હોય તો દરેક વ્યક્તિનુ અલગ અલગ સોગંદનામુ જોઈશે)
- તલાટી રુબરુ હક્ક ઉઠાવનારનો જવાબ અને પંચક્યાસ
- સોગંદનામુ કરાવવા માટે જેનુ સોગંદનામુ કરવાનુ હોય તેના આધારકાર્ડ અને ૨ પાસપોર્ટ સાઈઝના ફોટો સાથે લઈ જવા
- ૩ સાક્ષી અને તેમના ૨ ફોટો સાથે લઈ જવા.
- હક્ક કમી કરાવનાર દરેક વ્યક્તિના આધારકાર્ડ અને ફોટો
- હક્ક કમી અંગેનુ અરજીપત્ર અને તેની સાથે નકલમા હોય તે દરેક વ્યક્તિના નામ સરનામા લખવા
- અરજી પત્ર પર રુપિયા ૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ ટીકીટ લગાવવી
અરજી આપ્યા બાદ ની પ્રોસેસ
- આપની અરજી મામલતદાર કચેરીમા આપ્યા બાદ થોડા દિવસોમા કાચી નોંધ પડશે
- ત્યારબાદ ૩૦ દિવસની મુદત વાળી ૧૩૫ડી ની નોટીશ નકલમા નામ હોય એ દરેક વ્યક્તિને વાધા સુચનો માટે બજવવામા આવશે(જો કોઈ વ્યક્તિને હક્ક કમી કરવા સામે વાંધો હોય તો આ નોટિશ મળ્યા બાદ ૩૦ દિવસની અંદર પોતાનો વાંધો લેખિતમા રજુ કરવો )
- નોટીશ બજાવ્યા બાદ જો કોઈ વ્યક્તિને કોઈપણ પ્રકારનો વાંધો ના હોય તો હક્ક કમી થઈ જશે
- જો કોઈ વ્યક્તિનો વાંધો આવશે તો અરજી તકરારી ગણાશે અને તકરારી રજીસ્ટર પર ચઢશે અને કેસ આગળ ચાલશે.)
- હક્ક કમીની અરજી આપ્યા બાદ વધુમા વધુ બે મહિનાની અંદર હક્ક કમી થઈ જશે.
નોંધ હક્ક કમી કરાવવા
માટે જે વ્યક્તિનુ નામ કમી કરવાનુ હોય તે વ્યક્તિની સહમતી હોવી ખુબજ જરુરી છે કોઈ પણ
વ્યક્તિને ડરાવી ધમકાવીને હક્ક કમી કરવો એ ગુનો ગણવામા આવે છે.
અરજીની સ્થિતી
અને નિકાલની વિગતો સમાયંતરે આપના મોબાઈલ પર મોકલવામા આવશે.
Advertisemen