-->

લગ્ન નોધણી કરાવવા વિશે ઉપયોગી માહિતી

Advertisemen

લગ્ન નોધણી 

લગ્ન નોધણી રજીસ્ટર 


નમસ્કાર મિત્રો,

આજે હુ તમને લગ્ન નોધણી કઈ રીતે કરી શકાય તેના વિશે માહિતી આપીશ

લગ્ન ની નોધણી કરાવવી ખુબ જરુરી છે તેના પ્રમાણપત્રની ઘણી જગ્યાએ જરુર પડે છે

તો મિત્રો લગ્ન નોધણી ક્યા કરાવવી ક્યા કયા ડોક્યુમેંટ જોઇએ એ દરેક સવાલ ના જવાબ આ રહ્યા

લગ્ન નોધણી કરાવવા કોની પાસે જવુ?

·         ૧ ગ્રામ્ય વિસ્તારમા તલાટી કમ મંત્રી પાસે

·         ૨ નગરપાલિકા વિસ્તારમા નગરપાલિકા કચેરીએ

·         ૩ મહાનગરપાલિકા વિસ્તારમા મહાનગરપાલિકાની કચેરીએ

·         ૪ નોટીફાઈડ એરિયામા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પાસે

લગ્ન નોધણી કેટલા સમય પછી કરાવી શકાય ?

·         લગ્ન પછી કોઈપણ સમયે નોધણી કરાવી શકાય

લગ્ન નોધણી ની ફી કેટલી હોય છે?

·         એક મહિનામા નોધણી કરાવવામા આવે તો ૫ રુપિયા
·         ત્રણ મહિના સુધીમા નોધણી કરાવવામા આવે તો ૧૫ રુપિયા
·         ત્રણ મહિનાથી વધુ સમય બાદ નોધણી કરાવવામા આવે તો ૨૫ રુપિયા

લગ્ન નોધણી કરાવવા કયા કયા પુરાવા જરુરી છે?

·         વર તથા કન્યા ના લિવિંગસર્ટી અથવા જન્મનો દાખલો
·         વર તથા કન્યા ના પાસપોર્ટ સાઈઝ ના ફોટા
·         વર તથા કન્યા ના આધારકાર્ડ અથવા ચુટણી કાર્ડ
·         વર તથા કન્યા ના લગ્નની વિધી થતી હોય એવા ફોટા
લગ્નની વિધી નો ફોટો

·         વર તથા કન્યા ના માતા અથવા પિતાના આધારકાર્ડ અને પાસપોર્ટ સાઈઝ ના ફોટા
·         વર તથા કન્યા ના રેશન કાર્ડ
·         વર તથા કન્યા ના લગ્નની કંકોત્રી
·         રુપિયા ૨૦૦ ની બે એગ્રીમેંટ ટીકીટ
એગ્રીમેંટ સ્ટેમ્પ ટિકિટ 


·         બ્રાહ્મણ નો આધારકાર્ડ અને પાસપોર્ટ સાઈઝ ના ફોટા
·         બે સાક્ષી ના આધારકાર્ડ અને પાસપોર્ટ સાઈઝ ના ફોટા

લગ્નની નોધણી ક્યા કરાવવી?

·         જ્યા લગ્નની તમામ વિધી થઈ હોય ત્યા લગ્ન ની નોધણી કરાવવી

લગ્ન ની નોધણી કરાવવા માટે વર ની ઉમ્મર ૨૧ વર્ષ તથા કન્યાની ઉમ્મર ૧૮ વર્ષ પુરા હોવા જરુરી છે

લગ્ન નોધણી કરાવવા માટે તમામ આધાર પુરાવા બે નકલમા રજુ કરવા

 

 


Advertisemen

Disclaimer: Gambar, artikel ataupun video yang ada di web ini terkadang berasal dari berbagai sumber media lain. Hak Cipta sepenuhnya dipegang oleh sumber tersebut. Jika ada masalah terkait hal ini, Anda dapat menghubungi kami disini.
Related Posts
© Copyright 2017 shriva gujarati - All Rights Reserved - Created By BLAGIOKE & Best free blogger templates